બ્રિજ કોર્સસંવાદાત્મક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા સાક્ષરતાના વધુ સારા પરિણામો લાવવા

શૈક્ષણિક પાયો નબળો હોવાને કારણે ઉચ્ચ ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વારંવાર વાંચન અને લેખન જેવી સામાન્ય બાબતોમાં પણ તકલીફ પડે છે.આવા વિદ્યાર્થીઓને આ તમામ વિષયોનું મૂળભૂત જ્ઞાન આપવા માટે, અમે વિદ્યાર્થીઓ માટે ઇન્ટરેક્ટિવ મલ્ટિમીડિયા કન્ટેન્ટનો ઉપયોગ કરીને બ્રિજ કોર્સિસ માટે એક પ્રોગ્રામ બનાવ્યો, જેથી તેઓ મનોરંજક માધ્યમથી વધુ સારી રીતે શીખી શકે અને વિષયોને સરળતાથી સમજી શકે.

અમે ગણિતનું અને લેખન-વાંચનનું પાયાનું જ્ઞાન ન હોય એવા નબળા વિદ્યાર્થીઓને ખાસ શિક્ષણ આપીએ છીએ.વિવિધ સર્જનાત્મક શિક્ષણ પદ્ધતિઓ તેમજ ખાસ તાલીમ દ્વારા તેમને સરેરાશ સ્તર સુધી લઈ જઈએ છીએ. પ્રથમ, અમે ધોરણ 6, 7 અને 8 માં અભ્યાસ કરતા નબળા વિદ્યાર્થીઓની ઓળખ કરીએ છીએ. જેમની પાસે વાંચન / લેખનની મૂળભૂત કુશળતા નથી,તેવા નબળા વિદ્યાર્થીઓને અમારી નવી ‘લર્ન વિથ ફન' એટલે કે ‘ગમ્મત સાથે જ્ઞાન’ પદ્ધતિનો ઉપયોગ કરીને સઘન અને વિશેષ કોચિંગ આપવામાં આવે છે જેમાં શિક્ષકની ભૂમિકા મહત્વની હોય છે. બાદમાં, આ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન દર અઠવાડિયે કરવામાં આવે છે, અને નિયમિતપણે પર્ફોર્મન્સ રિપોર્ટ બનાવવામાં આવે છે.

વિદ્યાર્થીઓ ભણવામાં સક્રિયપણે જોડાય એ માટે, આ પદ્ધતિ વિદ્યાર્થીની શીખવાની ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને વિચારોની સ્પષ્ટતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મૂલ્યાંકન પદ્ધતિ એ સુનિશ્ચિત કરે છે કે દરેક વિદ્યાર્થી આગળના સ્તર પર આગળ વધે તે પહેલાં તેને જે કંઈપણ શીખવવામાં આવે છે તે તેઓ યોગ્ય રીતે શીખ્યા છે. આ પ્રોગ્રામ દરેક વિદ્યાર્થીને વર્ગખંડમાં સુધારાત્મક અને સંવર્ધક બંને પ્રવૃત્તિઓ આપે છે. આ પદ્ધતિથી ખાતરી થાય છે કે બધા વિદ્યાર્થીઓ સમગ્ર વર્ષમાં જે શીખ્યા છે તે સામગ્રીનું 100% જ્ઞાન છે. આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વિદ્યાર્થીઓને તેમની સમજણ પ્રમાણે શીખવાની સુવિધા આપે છે, આમ ઝડપી અને ધીમું બંને શીખનારાઓને સમાન તક મળે છે.

ગણિતમાં વિદ્યાર્થીઓની સુધારણા (%) ૨૦૧૬-૨૦૨૦
તાલુકા ૨૦૧૫-૧૬ ૨૦૧૬-૧૭ ૨૦૧૭-૧૮ ૨૦૧૮-૧૯ ૨૦૧૯-૨૦
વડાલી ૨૯.૬૭ ૨૪.૧૨ ૫૪.૮૬ ૬૦.૯૪ ૫૪.૬૬
વિજયનગર ૫૨.૪૯ ૪૬.૯૮ ૫૧.૫૯ ૫૬.૩૫ ૪૭.૯૩
ભિલોડા ૩૪.૫૯ ૩૪.૩૩ ૫૩.૬૬ ૬૩.૪૩ ૬૧.૧૯
ખેડબ્રહ્મા ૪૧.૧૨ ૨૫.૭૯ ૪૭.૬ ૬૨.૨૨ ૬૯.૭૧
પોશીના - - ૫૨.૫ ૭૪.૭ -
ઇડર ૩૦.૪૧ ૨૦.૯૧ ૫૦.૬૭ ૭૦.૨૩ ૫૮.૧૫
વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓની સુધારણા (%) ૨૦૧૬-૨૦૨૦
તાલુકા ૨૦૧૫-૧૬ ૨૦૧૬-૧૭ ૨૦૧૭-૧૮ ૨૦૧૮-૧૯ ૨૦૧૯-૨૦
વડાલી ૧૭.૮૭ ૩૯.૪૧ ૫૧.૪૪ ૫૭ ૬૨.૫૫
વિજયનગર ૨૭.૪ ૩૮.૩૬ ૫૭.૭૮ ૬૬.૮૮ ૫૨.૨૫
ભિલોડા ૨૧.૩૮ ૪૩.૪ ૫૭.૧૧ ૬૯.૨૮ ૬૩.૦૮
ખેડબ્રહ્મા ૨૨.૯૨ ૨૭.૪ ૪૮.૬૨ ૬૫.૪૯ ૫૭.૮૪
પોશીના - - ૫૬.૯૪ ૭૦.૮૬ -
ઇડર ૨૬.૬૯ ૩૧.૮૬ ૫૦.૧ ૭૨ ૬૪.૫૪

નેશનલ મીન્સ-કમ-મેરિટ સ્કોલરશીપ (એનએમએમએસ) ની પરીક્ષાઓ માટે વિશેષ કોચિંગ

નેશનલ મીન્સ-કમ-મેરિટ સ્કોલરશીપ સમાજના નબળા આર્થિક વર્ગના વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.આ નાનકડી રકમ આ વર્ગનાં માતા પિતા માટે ઘણી મોટી સાબિત થાય છે. ૧૦૦૦/- પ્રતિ મહિનાની એનએમએમએસ શિષ્યવૃત્તિ આ પરિવારોના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે.

એનએમએમએસ પરીક્ષા માટે લાયક વિદ્યાર્થીઓને શોધવા માટેની પ્રક્રિયાઓ વિકસાવી છે. અમે તેમને વિશેષ તાલીમ પ્રદાન કરીએ છીએ અને તેમની સફળતાને સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રકારનું શિક્ષણ આપીએ છીએ. અમારી ટીમ દ્વારા દરેક વિદ્યાર્થીની કામગીરીનું નિયમિત પરીક્ષણ તથા સમીક્ષા કરવામાં આવે છે, જેના આધારે તેના વિકાસ માટે એક્શન પ્લાન બનાવવામાં આવે છે.

અમારી પાસે શિક્ષણ લીધું હોય તેવા ૧૦૩૭ વિદ્યાર્થીઓમાંથી ૬૩૫ વિદ્યાર્થીઓએ ૨૦૧૯-૨૦માં લેવામાં આવેલી એનએમએમએસ પરીક્ષાને પાસ કરી હતી. એનએમએમએસ સ્કોલરશીપ માર્ગદર્શિકા મુજબ, ૪૬ વિદ્યાર્થીઓને ૪ વર્ષ માટે દર મહિને ૧૦૦૦/- ની સ્કોલરશીપ મળી છે. આમ, અમારી ટીમના કટિબદ્ધ પ્રયત્નોને લીધે, વિદ્યાર્થીઓને આગામી ૪ વર્ષ દરમિયાન ૨૨ લાખની સ્કોલરશીપ આપવામાં આવશે.

Success Stories