કેરેક્ટર બિલ્ડીંગલાંબા ગાળે લોકોના જીવન માટે તેમજ રાષ્ટ્રના નિર્માણમાં વ્યક્તિત્વ નિર્ણાયક પરિબળ સાબિત થાય છે.

વ્યક્તિત્વ વિકાસ નો ઉદ્દેશ બાળકોને 'વધારે સારું કરવાનું' ની વિભાવના શીખવવાનો છે, જેથી તેમના કાર્યો ફક્ત પોતાના માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ઉપયોગી બની શકે.   પ્રેરણાત્મક ફિલ્મો, મનોરંજન સાથે શીખવાની તકનીકો જેવી ઘણી સંવાદાત્મક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા, અમે બાળકોને ફક્ત શીખવાડવા નહીં, પણ તેમના જીવનના અનુભવને પણ એકીકૃત કરે તેવા હેતુથી 'લાઈફ લેસન્સ ટ્રેનીંગ' આપીએ છીએ એટલે કે જીવતરના પાઠ ભણાવીએ છીએ.

  • શિક્ષકો માટે શિક્ષણ અભ્યાસક્રમો - જ્યોતિર્ધર કાર્યક્રમ - 'હું છું જ્યોતિર્ધાર અભિયાન' અમારી ક્રાંતિકારી વર્કશોપ, ‘ધ ફિલોસોફી, આર્ટ એન્ડ સાયન્સ ઑફ લિવિંગ, લવિંગ અને લર્નિંગ’ સાથે, સ્વ-વિચાર, સ્વ-સુધારણા, સ્વ-શુદ્ધિકરણ અને સ્વ-વિકાસ દ્વારા અમારું લક્ષ્ય શિક્ષકોને પરિવર્તન અને  સશક્તિકરણ આપવાનું છે. જે બાળકો અને યુવાનો માટે પથદર્શક બને છે,તથા તેમને દેશનાં ઉત્સાહી નાગરિક બનાવે છે, અને તેમને ભારતના ઉત્સાહી નાગરિક બનાવે છે.
  • લાઈફ કેમ્પ્સ/જીવન શિબિરો અને લીડરશિપ ડેવલપમેંટ કેમ્પ્સ/નેતૃત્વ વિકાસ શિબિરો [૭ માં ધોરણથી] અમારા 3 દિવસના રહેણાંક અથવા બિન-રહેણાંક લાઈફ કેમ્પ્સમાં, અમે જીવનલક્ષી વિષયો શામેલ કરીએ છીએ.અહીં વિશિષ્ટ અભ્યાસક્રમ અને અત્યંત સહભાગી મોડ્યુલો અને પ્રક્રિયાઓ દ્વારા જીવનના સિદ્ધાંતો અને મૂલ્યોનો પરિચય કરાવીએ છીએ, જે વિદ્યાર્થીઓ માટે પોતાને વ્યક્ત કરવા, શીખવા અને શોધવા માટે એક આનંદદાયક વાતાવરણ બનાવે છે.
  • ઓએસિસ ડ્રીમ ઇન્ડિયા કેમ્પ્સ [૭ માં ધોરણથી]અમે બાળકોને ૭-૮ દિવસની રહેણાંક શિબિર દરમિયાન સંપૂર્ણ સ્વતંત્ર વાતાવરણમાં જવાબદાર નાગરિકો બનવાનું શીખવીએ છીએ. તેઓ માત્ર સમુદાયમાં રહેવાનું જ શીખતા નથી, પરંતુ તેમની પોતાની સમસ્યાઓના સર્જનાત્મક ઉકેલો શોધવાનું પણ શીખે છે. સૌથી અગત્યનું એ છે કે અહીં તેઓ આનંદમાં રહેવાનું શીખે છે.
  • ગ્રામ્ય કક્ષાએ શાળા વિકાસ અને સામાજિક-આર્થિક વિકાસઅમે વિવિધ હિતધારકોને એકત્ર થવા, માતા-પિતા અને વિદ્યાર્થીઓને શાળાનું શિક્ષણ અધવચ્ચે ન અટકાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે પ્લેટફોર્મ બનાવીએ છીએ. બાળકોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે અમે શાળા વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ.

Success Stories