એન્વાયર્મેન્ટલ એજ્યુકેશનપ્રકૃતિમાતાને સમજવી, જાણવી તથા અનુભવવી.

પર્યાવરણીય જાગૃતતાના મુદ્દાએ ખૂબ ગંભીર વળાંક લઈ લીધો છે. તે હવે ચર્ચાનો નહીં પણ આચરણનો વિષય બની ગયો છે. તેથી જ અમે એક પર્યાવરણીય પ્રયોગશાળા બનાવી છે જે બાળકોને ટકાઉ ઇકોસિસ્ટમ જાળવવાના મહત્વને સમજવામાં મદદ કરે છે. પર્યાવરણ સંરક્ષણ, પ્રાકૃતિક રહેઠાણોની જાળવણી જેવી મૂળભૂત બાબતો વિશે તેમને સમજવામાં મદદ કરીને, અમે એક એવી ભાવિ પેઢી બનાવી રહ્યા છીએ જે ફક્ત એકબીજા પ્રત્યે જ નહીં, પરંતુ ધરતીમાતા પ્રત્યે પણ સંવેદના ધરાવતી હોય.

અમારા પ્રાકૃતિક શિક્ષણ અંતર્ગત બાળકો નીચેની બાબતો શીખે છેઃ

  • વરસાદી પાણીનો સંગ્રહકુદરતી સંસાધનો દ્વારા જળ સંરક્ષણ અને તેના પુરવઠાના સંચાલનનું મહત્વ
  • ઓર્ગેનિક ખેતીજમીન માટે ઓર્ગેનિક ખેતીના ફાયદાઓ અને તેનાથી કેવી રીતે વર્ષોવર્ષ વધુ સારો પાક પ્રાપ્ત થઈ શકે છે
  • જમીનના ધોવાણનું નિયંત્રણવૃક્ષોનું મહત્વ અને વાવેતર ડ્રાઈવ દ્વારા કેવી રીતે જમીનનું ધોવાણ નિયંત્રિત કરી શકાય અને અટકાવી શકાય, જે જમીનની ફળદ્રુપતામાં પણ વધારો કરે
  • ગ્રીન ઉર્જાસૌર અને જળ વિદ્યુત શક્તિનો ઉપયોગ કરીને કુદરતી સંસાધનો દ્વારા શક્તિ ઉત્પન્ન કરવાની ખાસ રીતો
  • ખાતરકચરાનું પોષક સમૃદ્ધ જમીનમાં રૂપાંતર કરવું જેથી બાળકો નાનપણથી જ પૃથ્વી અને જીવન ચક્ર માટે આદર અનુભવે
  • રિસાયક્લિંગ અને ફરીથી ઉપયોગકચરાના યોગ્ય રીતે સંચાલનનું મહત્વ અને કેવી રીતે તેનો ફરીથી ઉપયોગ કરીને અથવા રિસાયક્લિંગ દ્વારા, તેઓ પર્યાવરણનું રક્ષણ કરી શકે છે