ફાઉન્ડેશન લર્નિંગયુવાનોનું શિક્ષણ દ્વારા સશક્તિકરણ કરવું જે પરિવર્તન લાવી શકે

શિક્ષણ એક સહયોગપૂર્ણ અને માવજતપૂર્વક પ્રક્રિયા હોવી જોઈએ જેમાં મૂળભૂત શિક્ષણ પર વિશેષ ભાર મૂકવો જોઈએ. હવે જ્યારે નવી શિક્ષણ નીતિમાં ધોરણ 3 થી પરીક્ષાઓ ફરજિયાત બનાવી દેવામાં આવી છે, ત્યારે આ દિશામાં પ્રથમ પગલા તરીકે, દરેક વિદ્યાર્થીને શું મુશ્કેલી છે અને તેનામાં કઈ ખામી છે તે જાણવા અમે વિદ્યાર્થીઓનું સ્ક્રિનિંગ કરીએ છીએ. ત્યારબાદ અમે વિવિધ શાળાઓ અને વર્ગોના શિક્ષકો સાથે જે-તે વય અને ધોરણને યોગ્ય માળખાગત લેસન પ્લાન બનાવવા માટે કાર્ય કરીએ છીએ. આ અન્વયે વિદ્યાર્થીઓને તેમના મૂળ મુદ્દાઓને અસરકારક રીતે શીખવવા માટે કઈ સામગ્રીને આવરી લેવામાં આવશે અને કયા અભ્યાસક્રમનું પાલન કરવું આવશ્યક છે તે નક્કી કરવામાં આવે છે. શિક્ષણને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે, અમે અનેક એજન્સીઓ સાથે વિદ્યાર્થીઓ માટે ગુજરાતી એનિમેટેડ શૈક્ષણિક વીડિયો સામગ્રી બનાવવા માટેની ભાગીદારી કરી છે. અમે અનોખી 'જ્ઞાન સાથે ગમ્મત’ શિક્ષણ પદ્ધતિ વિકસાવી છે જેમાં 4 એકમો છેઃ

  • મજબૂતીકરણની પ્રવૃત્તિઓ
  • મૂલ્યાંકન પ્રવૃત્તિઓ
  • ઉપચારાત્મક પ્રવૃત્તિઓ
  • સંવર્ધન પ્રવૃત્તિઓ

આ તમામ એકમો વિષયની સ્પષ્ટતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.તેને બાળકોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યાં છે જેથી વિદ્યાર્થીઓ સહેલાઈથી સમજી શકે. પ્રત્યેક એકમની રચના એવી રીતે કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા મુજબ શીખી શકે. આમ ઝડપી કે ધીમું શીખનારાઓને સમાન તક મળી શકે. આ વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તરનું પરીક્ષણ દર અઠવાડિયે અમારા સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.જેનો નિયમિતપણે પર્ફોર્મન્સ રિપોર્ટ બનાવવામાં આવે છે. આ મૂલ્યાંકન પદ્ધતિ આગળના સ્તર પર જતા પહેલા એ સુનિશ્ચિત કરે છે કે દરેક વિદ્યાર્થીને જે કંઈપણ શીખવવામાં આવે છે તે સમજવામાં તે સક્ષમ છે. વિદ્યાર્થીઓ માટે સુધારાત્મક અને સંવર્ધન બંને પ્રવૃત્તિઓમાં મૂલ્યાંકન ઉમેરીને અમે એક એવું મોડલ બનાવવામાં સક્ષમ થયા છીએ જ્યાં વર્ગખંડમાં દરેક બાળકને વર્ષના અંતમાં વિષયનું 100% જ્ઞાન હશે.

Success Stories