NMMS હાવજ

આંબજી ઠાકોર, E.C (Education Co-ordinator) ટીચર, સાંતેજ પ્રાથમિક શાળા, કલોલ, ગાંધીનગર

NMMS EXAM - ૨૦૨૦/૨૧ ની પરીક્ષા માટે અમે સૌપ્રથમ શાળાના આચાર્યશ્રી નો કોન્ટેક્ટ કરીને બાળકોના મોબાઈલ નંબર અને બાળકોનું લિસ્ટ મંગાવ્યું હતું. ઓએસીસ તરફથી મિસાલ પ્રોજેક્ટ અંતર્ગત કલોલ તાલુકામાં લાઈફ કેમ્પ પણ ચાલતા હતા. અમને સૌ પ્રથમ વિચાર આવ્યો કે આ બાળકોને આપણે સૌ પ્રથમ લાઈફ કેમ્પ કરાવીએ. અમે જે જગ્યાએ લાઈફ કેમ્પ કરાવતા હતા, તેજ વાલી પાસે અમે મંજૂરી લઈને તેમના ઘરે NMMS Examનું ભણાવવાનું ચાલુ કર્યું. NMMS Exam માટે તૈયારી ૦૧/૦૧/૨૦૨૧ થી કરી હતી. જેમાં સોમવારથી શુક્રવાર સુધી બાળકોને દરરોજ બે કલાક અમે ભણાવતા હતા. અમારી આજુબાજુના ગામમાં લાઈફ કેમ્પ ચાલુ હતા . પણ બાળકોના વિકાસ માટે અમે સમય કાઢીને પણ ભણાવતા રહ્યા. બાળકોને NMMS EXAM ની ઘરે બેસીને પ્રેક્ટિસ કરવા માટે ગુગલ ફોર્મમાં "હું બનીશ NMMS હાવજ " અભિયાન અંતર્ગત દરરોજ રાત્રે ઘરે આવીને બે કલાક પ્રેક્ટિસ ટેસ્ટ બનાવવા માટે ફાળવ્યા હતા. આ ટેસ્ટમાં દરેક બાળક ખૂબ જ સારો પ્રતિભાવ આપતા હતા.

જ્યારે હું ચાણોદ મુકામે મિશાલ પ્રોજેક્ટ અંતર્ગત ગયો હતો ત્યારે ઇલાબેન સોલંકી એ સાત દિવસ સુધી બાળકોને સાંતેજ મુકામે તે બાળકોને ભણાવ્યા હતા. ત્યાર પછી અમારો મિશાલ પ્રોજેક્ટ પૂરો થયો તો ઈલાબેન પણ વિજ્ઞાન ભણાવવા માટે આવતા હતા. અમે દરરોજ ઓનલાઇન પ્રેક્ટિસ તો કરાવતા જ હતા પણ અમુક બાળકો પાસે મોબાઇલ ન હતાં. તે બાળકોને અમારા મોબાઈલમાં પણ ટેસ્ટ અપાવ્યા હતા. આ ઉપરાંત ૧૫ દિવસે ઓફલાઈન પ્રેક્ટિસ ટેસ્ટ પણ રાખવામાં આવ્યો હતો. અમને ગામના વાલીઓ, બાળકોના વાલીઓ, શાળાના આચાર્યશ્રીનો તેમજ શાળાના અન્ય શિક્ષકોનો પૂરતો સહયોગ મળ્યો હતો. આદિનાથ સ્ટેશનરીના હિરેનભાઈ પટેલનો પણ ખૂબ જ સારો સહયોગ મળેલ છે. તેઓ અમને ખૂબ જ ઓછા પૈસામાં ઝેરોક્ષ કાઢી આપતા હતા. આમ અમે આ થોડા દિવસમાં ખૂબ જ સારું પરિણામ મેળવી શક્યા છીએ.

" ખરેખર જો આપણે કોઈ પણ કામની દિલ રેડીને કરીએ તો અવશ્ય સારા પરિણામ મળે જ છે".. સાંતેજ અને અંબાજીપુરા પ્રાથમિક શાળાના કુલ ૨૭ બાળકોમાંથી ૨૨ બાળકોના પાસ થયા છે. તેમજ એક બાળકનું નામ મેરીટ લીસ્ટમાં પણ આવેલ છે.