મન હોય તો માળવે જવાય

નિર્મળાબેન પટેલ, આચાર્ય, શ્રી કે. એમ. પટેલ પ્રા. શાળા, ઇડર

હું નિર્મળાબેન પટેલ, સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકામાં શ્રી કે. એમ. પટેલ પ્રા. શાળામાં આચાર્ય છું. છેલ્લા કેટલાક વર્ષથી અમારી શાળાના બાળકો સરકારશ્રી દ્વારા આયોજિત NMMSની પરીક્ષા આપી રહી રહયા હતા. અમારી શાળાએ દરેક ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી છે પણ NMMSની પરિક્ષામાં અમારા બાળકો ખુબ જ ઓછી સંખ્યામાં એટલે કે માંડ 1 કે 2 બાળકો પાસ થતાં હતા. NMMSની કામગીરી અમારા શાળામાં અંગ્રેજીના શિક્ષક તરીકે ફરજ બજાવતા સેજલબેન પટેલના હાથમાં હતી. બાળકોને NMMSને લગતી દરેક માહિતી પૂરી પાડવા છતાં પણ અમને જોઈએ તે પરિણામ મળતા નહિ.

ગયા વર્ષે ૨૦૧૯માં અમારી શાળામાં ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન દ્રારા પાયલબેન સગરને મુકવામાં આવ્યા. તે ધોરણ - ૬ અને ધોરણ - ૭ માં ગણિત - વિજ્ઞાન લેતા. તેમણે પણ બાળકોને NMMSની પરીક્ષા માટે પ્રેરિત કર્યા અને ફાઉન્ડેશન દ્વારા NMMSના વર્ગો લેવાનું શરુ કર્યુ. તે વર્ષે અમારી શાળાના કુલ ૧૧ બાળકો NMMSની પરીક્ષા આપી રહ્યા હતા. પાયલબેને ફાઉન્ડેશન દ્વારા દરેક બાળકોની એન્ટ્રન્સ પરીક્ષા લીધી, ત્યારબાદ દરેક બાળકનું લેવલ નક્કી કરી તે પ્રમાણે ભણાવવાનું શરુ કર્યું. શાળાનો સમય ૧૨:૩૦ નો હતો છતાં પણ પાયલબેન NMMSના બાળકોને ભણાવવા માટે ૧૦ :૦૦ વાગે આવી જતા અને પોતાના કાર્યમાં લાગી જતા. તેમણે રવિવાર હોય કે દિવાળીની રજાઓ, એક પણ દિવસ રજા પાડ્યા વગર પોતાનું કાર્ય પૂર્ણ કર્યું હતું.

આખરે, NMMSની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. એ દિવસે પાયલબેન શાળામાં આવ્યા ન હતા. વોટ્સએપ દ્વારા તેમને સમાચાર આપવામાં આવ્યા કે તમે જે ૧૧ બાળકોને ભણાવ્યા હતા તે બધા પાસ થયા છે અને તેમાંથી ૫ બાળકો મેરીટમાં આવી ગયા છે. અમારી ખુશીનો પાર ન રહયો. આ બાળકોએ પોતાના જીવનની ખૂબ જ મોટી સિધ્ધિ મેળવી છે. અમારી શાળાને પણ આ સિદ્ધી મળી તેમાં ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનનો ખુબ જ મોટો ફાળો છે તેવો હું દિલથી અને શાળા પરિવાર તરફથી આભાર માનું છું.