રાંકને ઘેર રતન, નથી પામતું જતન

જીવા ચેનવા, ફાઉન્ડેશન શિક્ષક, વડાલી, જિ. ગુજરાત.

સાબરકાંઠાની પાનોલ પ્રાથમિક શાળામાં પ્રથમ સત્રમાં ફાઉન્ડેશનના એજ્યુકેશન કોઓર્ડીનેટર તરીકે લાઇફ ક્લાસનાં સંવર્ધક તરીકે મારે ફરજ બજાવવાની હતી. એ માટે મારે બાળકોની વચ્ચે રહેવાનું હતુ. એક દિવસ ત્રીજા ધોરણનાં વર્ગ શિક્ષક રજા પર હતા, એટલે હું તે વર્ગમાં ગયો, મને જાેઇને બધા બાળકો ખુશ થયાં, પરંતુ બધા બાળકો વચ્ચે એક બાળકી એવી હતી કે જે ગુમસૂમ બેસી રહી. એના મ્હોં પર સ્મિત હતુ પરંતુ એ સ્મિત તેના અંતરમાંથી આવતું હોય એમ લાગતું નહોતુ. ત્યારબાદ બીજા સત્રમાં તો મારી એ બાળકી સાથે મુલાકાત ન થઇ. મારી જગ્યાએ ફાઉન્ડેશનનાં વર્ષાબેન પટેલ ત્યાં એજ્યુકેશન કોઓર્ડીનેટર તરીકે જાેડાયા. 

વર્ષાબેનને પણ આરતી સાથે આવા જ અનુભવ થયા, એમણે મારી સાથે પણ ચર્ચા કરી એક દિવસ હું પણ પાનોલ પ્રાથમિક શાળાએ ગયો અને એ બાળકીની મુલાકાત કરી વર્ષાબેન પણ ત્યાં જ હતા., એનું નામ આરતી, ભણવામાં મધ્યમ હતી અને એની આર્થિક સ્થિતિ ઘણી નબળી આરતીને જાેને મને ખરેખર લાગ્યુ કે, ભગવાનની સ્તુતિથી એના પરિવારજનોને મળેલ ભેટ છે. શાળામાં ભણતી આ માંડ ૮ વર્ષની છોકરી એેના આખા ઘરનું સચાલન કરતી હતી, એના પિતા હયાત નથી અને એની મમ્મી પણ પીયર જતા રહ્યા છે. આરતી અને તેના બે ભાઇઓ એક બહેન એ બધા સાથે રહે. આટલું સાંભળતા આંખ ભીની થઇ.

હજુતો વધુ જાણવાનું - સમજવાનું બાકી હતુ, શાળાના બીજા શિક્ષકોનેમેં આરતી વિશે પૂછ્યું એમણે જણાવ્યુ કે આરતી બીજા ધોરણમાં ભણતી ત્યારે શાળાએ આવતી જ નહતી કારણ કે એણે એના નાના ભાઇ - બહેનોને ઘરે રાખવાનું હતુ. આરતીના દાદા પણ હયાત નથી, માત્ર દાદી જ છે જે અંધ છે. એટલે એના માથે ઘરની બધીજ જવાબદારી આવી પડી. પણ, ઘરની જવાબદારી તેણે સંભાળી અને શાળાએ આવતી થઇ રોજ સવારે વહેલા ઉઠીનેકચરો વાળવાનું, રસોઇ બનાવવાનું, કપડા ધોવા જેવા તમામ ઘરનાં કામ કરી એ શાળાએ આવે છે. એમા ક્યાંરેક એને શાળાએ આવવામાં મોડુ પણ થઇ જાય છે. એના પરિવારમાં કો ક બિમાર હોય તો તેની તકેદારી રાખવા એ ગેરહાજર પણ રહે છે.પણ, આરતીને શાળાએ આવવું ગમે છે કારણ કે શાળામાં આરતીના વર્ગ શિક્ષિકા નિરૂબેન તેઓ બધા બાળકોને પ્રેમથી ભણાવે છે. તેમા બધા બાળકોની જેમ આરતીને લખતા, વાંચતા, ગણતા, સારુ બોલતા આ શીખવાડે છે. બીજુ, શાળામાં એને એની બહેનપણીઓ જાેડે રમવા પણ મળે છે. એટલે જ તો, ગમે એટલી જવાબદારી હોય અને ગમે એવી મુસીબત આવે, આરતી શાળાએ આવે છે.

વાસ્તવિકતાની દ્રષ્ટિએ મને સમજાયુ કે એક દિકરી આજના જમાનામા કેવી બેવડી ભુમિકા ભજવે છે. આરતીને ખરેખર વંદન છે કે એ ભણવું અને ઘરનુ કામ સાથે સાથે કરે છે. ક્યારેકતો મધ્યાહન ભોજન વધ્યુ હોય તો નિરૂબેન એને કોઇ પાત્રમાં ભરી આપે છે જેથી ઘરે એનું કામ ઓછુ થાય, એને કોઇ ચીજની જરૂર હોય તો અમે પહોંચી વળીએ છીએ. શાળાએ તો અમે કોશીશ કરીએ છીએ કે, આરતી એક સારા વાતાવરણમાં રહે અને એને બધાનો પ્રેમ મળે. પણ, અહીં અમને પણ થાય છે કે કોઇ એના મદદ કરનાર હોય તો એનું ભણવાનું આમ કુરબાન ન થાય અને એથી વિશેષ અનું બાળપાણ એ માણી શકે.