સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશનદિલ્લી

સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશન એ એક સેવાકીય સંસ્થા છે, ભારતના તમામ બાળકો શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે, તે આ સંસ્થાનો ધ્યેય છે.આ ફાઉન્ડેશનનું મિશન ખાસ કરીને ઓછી આવક ધરાવતા સમુદાયોના બાળકોના શિક્ષણના પરિણામોને સુધારવા માટે શાળાની શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તન લાવવાનું છે. અસરકારક અને સમાવિષ્ટ શિક્ષણ પ્રણાલીનું નિર્માણ કરીને  સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશનનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે તમામ બાળકોને વધુ સારું જીવન જીવવા માટે જરૂરી સમાન તકો મળે.

યુનાઈટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ (યુનિસેફ)ગુજરાત

શિક્ષણ જેવી જટિલ સમસ્યાનું નિરાકરણ કરવું એ કોઈ એક સંસ્થાની ક્ષમતાઓની બહાર છે. એક સામાન્ય મંચ પર ભેગા થવા અને સહયોગી ઇકોસિસ્ટમ બનાવવા માટે તેને વિવિધ ક્ષમતાઓવાળી સંસ્થાઓની જરૂર છે; જ્યાં દરેક સહયોગી એક મોટી સમસ્યા હલ કરવામાં પોતાનો ભાગ ફાળો આપે છે.

ગુજરાતના નર્મદા જિલ્લાને જાન્યુઆરી, 2018 માં નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામના ટ્રાન્સફોર્મેશનના ભાગ રૂપે પસંદ કરવામાં આવ્યો હતો. શિક્ષણને કેન્દ્રસ્થાને રાખીને આ કાર્યક્રમનો ઉદ્દેશ પસંદ કરેલ જિલ્લાઓને ઝડપથી અને અસરકારક રીતે પરિવર્તિત કરવાનો હતો. જિલ્લામાં શિક્ષણના ક્ષેત્રમાં સુધારો લાવવા માટે, જિલ્લા શિક્ષણ વિભાગ, નર્મદા, યુનિસેફ ગુજરાત અને ડો.કે.આર. શ્રોફ ફાઉન્ડેશનના સમન્વયમાં નર્મદા જિલ્લા કલેકટર દ્વારા 3 જી ઓગસ્ટ, 2018 ના રોજ પ્રોજેક્ટ શિક્ષા સાથીની શરૂઆત કરવામાં આવી હતી.

ત્યારથી, ડૉ.કે.આર. શ્રોફ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સહાયતા વધારવામાં આવી છે અને ડેડિયાપાડા અને સાગબારા તાલુકાની 70 અંતરિયાળ શાળાઓમાં શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે. યુનિસેફે સરકારી જોડાણો સાથે સંકલન કરીને ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનના સ્ટાફને આરટીઇ, એસએમસી મજબૂતીકરણ અને સમાવિષ્ટ શિક્ષણ પર ક્ષમતા નિર્માણ કરવા માટે ટેકનિકલ સહાય પૂરી પાડી છે. અમારા શિક્ષકો નર્મદા જિલ્લાના દૂરના સ્થળોએ 3500 થી વધુ વંચિત વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે.

એક સ્ટેપગુજરાત

માત્ર કેળવણીનો અભાવ નહી પરંતુ તે મેળવવા માટેની તકનો પણ આપણા દેશનાં ગામડાઓમાં અભાવ છે.આ એવી જટિલ સમસ્યા છે કે જેની વ્યાપક અસર લાખો બાળકો પર પડે છે.આ સમસ્યાને હલ કરવાના નેક ઈરાદાથી શ્રી નંદન અને રોહિણી નીલેકાની તથા શંકર મારુવાડાએ કમર કસી છે.તેમણે 'એક સ્ટેપ' નામની નોનપ્રોફિટની સ્થાપના દ્વારા પ્રત્યેક બાળક માટે શીખવાની તક સર્જી છે.'એક સ્ટેપ' એવા બાળકોને મદદરૂપ થાય છે કે જે નાનામાં નાના ગામમાં રહેતાં હોય,પરંતુ જેને જ્ઞાનની ભૂખ હોય.

એજયુકેશનલ ઇનિશિએટીવ્સ (EI)અમદાવાદ

ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં વંચિત બાળકોને ભણાવતી વખતે, આપણે ઘણા નવા પડકારોનો સામનો કરવો પડે છે. જો કે દરેક બાળકની શીખવાની ઝડપ અલગ હોય છે. વિદ્યાર્થીની શીખવાની ઝડપ અને દરેક વિદ્યાર્થી માટે વ્યક્તિગત શિક્ષણનો અનુભવ વિકસાવવા માટેના આ પડકારને અસરકારક રીતે જીતવા માટે, અમે એજયુકેશનલ ઇનિશિએટીવ્સ (EI) સાથે ભાગીદારી કરી છે. તેમની સ્માર્ટ મૂલ્યાંકન સિસ્ટમ માઇન્ડસ્પાર્ક, એક વ્યક્તિગત અનુકૂલનશીલ શિક્ષણ સાધન છે.બાળકોને તે તેમની જરૂરિયાતોને આધારે શીખવામાં મદદ કરે છે અને તેમની જે મુખ્ય કુશળતા છે તેને સમજવામાં મદદ કરે છે. વિદ્યાર્થીની કુશળતામાં આવતા ફરકને ઓળખી કાઢવા માટે ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનના શિક્ષકો દ્વારા માઇન્ડસ્પાર્કના સાપ્તાહિક મૂલ્યાંકન પરિણામોનો ઉપયોગ કરવામાં આવે છે.

ડો. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન અને માઇન્ડસ્પાર્કના આ સંયુક્ત પ્રયાસોએ વિદ્યાર્થીઓના ગ્રેડ અને શૈક્ષણિક સ્તરમાં નોંધપાત્ર વધારો કર્યો છે. હાલમાં સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા અને બોટાદના 1300 થી વધુ બાળકોએ માઇન્ડસ્પાર્ક પર નોંધણી કરાવી છે. અમારું લક્ષ્ય છે ટૂંક સમયમાં માઇન્ડસ્પાર્ક પર 5000 થી વધુ વિદ્યાર્થીઓને એકત્રિત કરવા.

મા ફાઉન્ડેશનવાપી, ગુજરાત

મા ફાઉન્ડેશન એ એક ચેરિટેબલ સંસ્થા છે.સમાજમાં શૈક્ષણિક પરિવર્તન લાવવા માટે બિલાખીયા પરિવાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવે છે.  તેનું વિઝન છે: વલસાડ જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે "રોલ મોડેલ" બનાવવું. મા ફાઉન્ડેશનની સહાયથી, અમે 2012 માં 'પ્રોજેક્ટ વિકાસ' ની શરૂઆત કરી. મા ફાઉન્ડેશન દ્વારા વિકસિત મૂળભૂત મોડ્યુલો L2R / L2A, બાળકોને પાયાનું શિક્ષણ પ્રદાન કરવા માટે મોટા પાયે ઉપયોગમાં લેવામાં આવે છે.

ઓએસિસ મૂવમેન્ટવડોદરા, ગુજરાત

ઓએસિસ એક અનોખી સંસ્થા છે જેની એક મહત્વાકાંક્ષી ચળવળ છે જેની શરૂઆત ગુજરાતના વડોદરા જિલ્લામાં 1989 માં થઇ હતી. આજે લગભગ 3 દાયકા પછી, ઓએસિસના કાર્યક્રમો ગુજરાતના તમામ મોટા શહેરો અને ઘણા ગ્રામીણ ભાગોમાં, મુંબઈ, બેંગ્લોર, કોઈમ્બતુર, કૃષ્નાગિરી, હોસુર, જમ્મુ અને કાશ્મીર અને યુએસએ તેમજ યુરોપમાં પણ ફેલાયેલા છે. ઓએસિસ માને છે કે 'હૃદયપૂર્વકનું શિક્ષણ' આપણી શિક્ષણ પ્રણાલીના કેન્દ્રમાં હોવું જોઈએ. આ ફિલસૂફી તેના મૂળ સ્થાને છે, ઓએસિસ વ્યક્તિગત વિકાસ અને સ્વ-નેતૃત્વ, સમુદાય વિકાસ, આરોગ્ય અને સ્વચ્છતા શિક્ષણ, ઓર્ગેનિક ખેતી, ગ્રામ્ય વિકાસ અને અન્ય ક્ષેત્રોમાં ઘણી પહેલ કરી રહ્યું છે. યુવાનો અને બાળકો સાથે 27 વર્ષ સઘન રીતે કામ કર્યા પછી, ઓએસિસ તેમને વધુ સારી રીતે સમજે છે. આવા સમૃદ્ધ અનુભવ સાથે ઓએસિસે બાળકો, યુવાનો અને પુખ્ત વયના લોકો માટે સ્વ-વિકાસ અને વ્યક્તિત્વ નિર્માણના વૈજ્ઞાનિક મોડ્યુલો વિકસાવ્યા છે, જે છેલ્લા દોઢ દાયકાથી ખૂબ જ અસરકારક સાબિત થયા છે.

ડૉ. અરવિંદ અમીનઑસ્ટીન, ટેક્સાસ, યુએસએ

ડૉ. અરવિંદ અમીન, યુએસએના ઑસ્ટીન, ટેક્સાસમાં રહેતા નિવૃત્ત એન્જિનિયરિંગ પ્રોફેશનલ છે. તેઓ તેમના જ્ઞાન અને કુશળતાનો સમાજના ઉત્થાન માટે ઉપયોગ કરવા માટે દર વર્ષે બે વાર 4 મહિના માટે ભારત આવે છે . અરવિંદ કેમ્બ્રિજ પ્રેસ વેન્ચર અભ્યાસક્રમો દ્વારા સરકારી શિક્ષકોને અંગ્રેજી ભાષાની તાલીમ આપે છે અને આત્મવિશ્વાસ, ટાઈમ મેનેજમેન્ટ, લક્ષ્ય નિર્ધારણ, સમસ્યાઓનું સમાધાન, ખુશીઓ આપવી વગેરે જેવી કુશળતા કેળવવાની તાલીમ પણ આપે છે જેથી એક શિક્ષક વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક અને આત્મવિશ્વાસથી શિક્ષિત કરી શકે.

તેમની યાત્રા ૨૦૧૧ માં શરૂ થઈ હતી, જ્યારે તેમણે ગુજરાતના ગામડાઓનો પ્રવાસ કર્યો, અને જોયું કે કેવી રીતે કેટલાંક મૂળ સ્તર પર રહેલાં મુદ્દાઓ પ્રજા, રાજ્ય અને સમગ્ર દેશની પ્રગતિને અટકાવી રહ્યા છે. તેઓ અહીં રજાઓ ગાળવા આવ્યાં હતાં અને આજે તેઓની આ સફર અહીંના સમુદાયોના ઉત્થાન માટેના લક્ષ્યમાં પરિવર્તિત થઈ ગઈ. આ સમય દરમ્યાન તેમણે અનેક એનજીઓ અને સંસ્થાઓ સાથે ભારતભરમાં કામ કર્યું અને તેમની વ્યાવસાયિક કારકિર્દીમાં મેળવેલી કુશળતાથી સમાજમાં બદલાવ લાવવા માટેનું દૃઢ વલણ અપનાવ્યું. જ્યારે તેઓ 2016 માં નિવૃત્ત થયા, ત્યારે તેમણે પોતાની, માતૃભૂમિને ઉત્કર્ષ કરવાના ઉદ્દેશ્યને સાકાર કરવાની તક ઝડપી લીધી. 2017 માં, તેમણે પ્રથમ સાથે 'સેકન્ડ ચાન્સ' પ્રોગ્રામ પર કામ કરવાની તક લીધી જેમાં એ સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવે છે જેમણે 10 ધોરણથી ભણવાનું છોડી દીધું છે. અહીંથી જ તેઓ ડો.કે.આર. શ્રોફ ફાઉન્ડેશનના શ્રી ઉદય દેસાઇને મળ્યા. તેમને કેઆરએસએફના અંગ્રેજી તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ત્યારથી તે ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે.  હવે, દર વર્ષે બે વાર, તેઓ આપણા શિક્ષકો સાથે કામ કરે છે, અને સર્વવ્યાપક શિક્ષણનું વાતાવરણ બનાવવામાં મદદ કરે છે.

પહેલઅમે એક એવું વિશ્વ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ જ્યાં બધા બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે જે તેમના પરિવારો, સમુદાયો અને રાષ્ટ્રમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપે.