સ્વ. શ્રી ડૉ. કે. આર. શ્રોફ

ભારતના ટોચના ડૉક્ટરોમાં જેમની ગણના થાય છે, તેવા સ્વ . ડૉ . કે . આર . શ્રોફની માનવતાવાદી વિચારધારાએ કે.આર.એસ. એફ. બીજ રોપ્યું. તેઓ એક અત્યંત ઋજુહ્રદયી સ્વપ્નદ્રષ્ટા કાર્ડિયોલોજિસ્ટ હતા. તેમણે 1950 માં લંડનથી એમઆરસીપી (મેમ્બર ઓફ રોયલ કોલેજ ઑફ ફિઝિશ્યન્સ) ની ઉપાધિ મેળવી અને 35 વર્ષથી વધુ સમય સુધી તેઓ સિવિલ હોસ્પિટલ (અમદાવાદ) સાથે માનદ ચિકિત્સક તરીકે, તેમજ બીજે મેડિકલ કોલેજ (અમદાવાદ) સાથે ડીન અને સહયોગી પ્રોફેસર તરીકે સંકળાયેલા હતા. તેમની નમ્રતા, સાદાઈભર્યા વર્તન અને તેમના તબીબી વ્યવસાયમાં વિશેષ કુશળતાથી, તેમણે આસપાસના લોકોનું હૃદય જીતી લીધું. ઉલ્લેખનીય બાબત તો એ છે કે, તેમની તબીબી પ્રેક્ટિસમાં, તેમણે દર્દીઓની આર્થિક ક્ષમતાઓ અનુસાર તેમની પાસેથી ચાર્જ વસૂલ કર્યો, આમ, તેમણે ગરીબોને મફતમાં સેવા આપી અને નીચલા મધ્યમ વર્ગ માટે ખૂબ ઓછો ચાર્જ લીધો. એટલું જ નહીં, તે બીજે મેડિકલ કોલેજમાં નબળા મેડિકલ વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરી, વિના મૂલ્યે દવાનું વિતરણ કર્યું અને કોઈને પણ જાણ કર્યા વિના જરૂરતમંદ વ્યક્તિઓને આર્થિક ટેકો આપ્યો. તેઓનું દૃઢપણે માનવું હતું કે આપણે સમાજ પાસેથી જે લીધું છે તે પરત કરવાની આપણી જવાબદારી છે અને આ માન્યતાને તેમણે સેવાભાવી કાર્યો દ્વારા ઉદાહરણરૂપ બનાવી.

શ્રી પ્રતુલ શ્રોફકેઆરએસએફ ના સ્થાપક

શ્રી પ્રતુલ શ્રોફ, સ્વ.ડો.કે.આર. શ્રોફના પુત્ર, KRSF ના સ્થાપક છે. નામાંકિત પ્રોડક્ટ અને સેમીકન્ડક્ટર એન્જિનિયરિંગ સર્વિસ કંપની ઇઇન્ફોચિપ્સના સ્થાપક અને સીઈઓ તરીકે, તેઓએ હંમેશા કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણને સફળતાની ચાવી તરીકે સ્વીકાર્યું છે. તેઓ યુ.એસ.એ માં ઇન્ટેલ તથા ડેયઝી સિસ્ટમ્સમાં દસ વર્ષ કાર્યરત રહ્યા.80186 પ્રોસેસર ડીઝાઈન ટીમના તેઓ સભ્ય હતા તથા ડેયઝી સિસ્ટમ્સના સ્થાપક એન્જિનયર્સમાં તેમની ગણના થાય છે.

કેઆરએસએફ માટે તેઓની માન્યતા છે કે 'સામાજિક પરિવર્તન પાયાના સ્તરેથી શરૂ થાય છે'. તેમણે સમાજમાં પરિવર્તન લાવવા માટેના એક માધ્યમ તરીકે કેઆરએસએફની રચના કરી છે. તેમાં સૌથી પ્રથમ પહેલ એ છે કે ગ્રામીણ પછાત સમુદાયોના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું, અને લોકોને તેમના બાળકોને શિક્ષિત કરવા માટે જાગૃત કરવા. તેમણે 'પ્રોજેક્ટ વિકાસ' દ્વારા શરૂઆત કરી. વર્તમાનમાં કેઆરએસએફએ વિવિધ સમુદાયોમાં વધુ સારા શિક્ષણ માટે સતત અનેક કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. તેઓ વિસામો કિડ્સ (~ 150 વંચિત બાળકો માટેનું એક પાલક ઘર) અને "જ્ઞાનશાળા' જેવી પહેલમાં પણ ફાળો આપે છે.

શૈક્ષણિક રીતે શ્રી પ્રતુલે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી એન્ડ સાયન્સ (BITS), પીલાની (ભારત) માંથી બેચલર ડિગ્રી ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્જીનિયરીંગ અને આઈઆઈએમ અમદાવાદ (ભારત) થી એમબીએની ડિગ્રી મેળવી છે. તેમને 2004 માં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્વારા શ્રી એનઆર નારાયણ મૂર્તિ, (અધ્યક્ષ, ઇન્ફોસીસ) દ્વારા 'આઉટસ્ટેન્ડિંગ આઇટી એન્ટરપ્રિન્યોર ઑફ ધ યર'નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રોનિક્સ મેકર મેગેઝીન દ્વારા તેમને “મેન ઓફ ઇનોવેશન એવોર્ડ-2016” પણ એનાયત કરવામાં આવ્યો હતો. તેઓએ 2016 માં ગુજરાત સરકાર દ્વારા "ગુજરાત રત્ન" એવોર્ડ પણ જીત્યો હતો, ત્યારબાદ 2018 માં ગુજરાત સરકાર દ્વારા "હર્ક્યુલસ એવોર્ડ" પણ આપવામાં આવ્યો હતો.

શ્રી ઉદય દેસાઈકેઆરએસએફ ના વડા

ઉદય દેસાઇ 2011 માં ઈઇન્ફૉચિપ્સથી આ ફાઉન્ડેશનમાં આવ્યા હતા. હાલમાં તેઓ ડો.કે.આર. શ્રોફ ફાઉન્ડેશનના વડા છે. આ પહેલા, શ્રી ઉદય દેસાઇ ગુજરાત સરકારના ઈ-ગર્વનન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક (જીએસડબ્લ્યુએન) પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હતા, જ્યાં તેમની મુખ્ય જવાબદારી નેટવર્ક પ્લાનિંગ, વ્યૂહરચના અને રાજ્યના સમગ્ર આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરીનું નિરીક્ષણ કરવાની હતી.

પહેલઅમે એક એવું વિશ્વ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ જ્યાં બધા બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે જે તેમના પરિવારો, સમુદાયો અને રાષ્ટ્રમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપે.