અમારો ઇતિહાસ
આ સંસ્થાની સ્થાપના તથા તેની તત્કાલીન સમાજ પર થયેલ બહોળી અસરનો એક રોચક ઈતિહાસ છે, જે ડૉ.કે.આર.શ્રોફ (1921-1989) ની માનવતાવાદી, ઉદાર ફિલોસોફી સાથે સંકળાયેલ છે.

કેઆરએસએફની સ્થાપના પાછળનો વિચાર

આ સંસ્થાની રચના કેવી રીતે થઈ તથા તેની લોકોના જીવન પર કેવી અસર થઈ છે તેનો એક રોચક ઇતિહાસ છે, જે  ડૉ. કે. આર. શ્રોફ (1921-1989) ની માનવતાવાદી ફિલોસોફી સાથે સંકળાયેલ છે.

તેઓનું માનવું હતું કે ‘સમાજના વંચિત વર્ગના નાગરિકોને સશક્તિકરણ માટે મદદ કરવી એ રાષ્ટ્રની શ્રેષ્ઠ સેવા છે’.તેમના વ્યવસાય અને દૈનિક જીવનમાં તેઓ હંમેશા આ વાતને અનુસરતાં. તેમના જ પથ પર આગળ વધતાં અને તેમના મૂલ્યોને અનુસરતા, તેમના પુત્ર પ્રતુલ શ્રોફને સમજાયું કે એક એવું પરિવર્તન લાવવું  જરૂરી છે જ્યાં ગ્રામીણ પછાત વર્ગ પણ રાષ્ટ્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે. તેમણે એવા કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેમાં આવા સમુદાયો સરળતાથી ભાગ લઈ શકે અને તેમની ક્ષમતાનો પૂરેપુરો ઉપયોગ કરી શકે.

તેઓના મતે, આ બદલાવ માત્ર અને માત્ર કેળવણીથી શક્ય છે. સાચું અને યોગ્ય શિક્ષણ જ વ્યક્તિમાં મૂળભૂત રીતે પરિવર્તન લાવે છે, જે તેમને સમાજ પાસેથી લેનાર નહિ, બલ્કે સમાજને કંઈક પ્રદાન કરનારમાં પરિવર્તિત કરી શકે છે. કેઆરએસએફની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિમાં જ્ઞાનના મહત્તમ ઉપયોગ દ્વારા આત્મનિર્ભરતા કેળવવાનો છે, જેથી તેઓ દેશના આર્થિક વિકાસમાં આત્મનિર્ભર બની ફાળો આપી શકે.

આજે, મૂલ્ય આધારિત શિક્ષણના આધારે અમે શિક્ષણને નવું  સ્વરૂપ, નવી વ્યાખ્યા આપીને માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ શિક્ષકોની ક્ષમતામાં પણ નોંધપાત્ર વિકાસ કર્યો છે. આ પ્રક્રિયામાં, અમે શિક્ષણના માળખાને મજબૂત બનાવ્યું છે, તથા યોગ્ય માધ્યમોથી શિક્ષણ આપવાનું સંપૂર્ણ માળખું વિકસિત કર્યું છે.

આપણે સહુ જાણીએ છીએ કે ફક્ત સામૂહિક પ્રયત્નોથી જ ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. અમારા આ પ્રયત્નોમાં લોકોને ભાગીદાર બનાવીને, અમે સમાજમાં સર્વગ્રાહી પરિવર્તન લાવવાના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ.

અગત્યના પડાવો અમારા વિકાસની એક ઝલક

અમારા ઉદ્દેશ્યો સમાજના દરેક વર્ગના બાળકે સમાજમાં સાચો અને અર્થપૂર્ણ ફાળો આપવો જોઈએ;ભારત આ રીતે સાચા અર્થમાં 'સ્વરાજ' (આત્મનિર્ભરતા) પ્રાપ્ત કરશે.
વધુ સારા શિક્ષકો તૈયાર કરવાભવિષ્યના સુદ્રઢ સમાજ માટે તાતી જરૂર છે તાલિમી પામેલ તથા સ્વપ્રેરિત શિક્ષકોની!
હાલમાં આપણા ગામડાંઓની શાળાઓમાં જે શિક્ષકો છે તેમાંથી જ સ્થાનિક પ્રતિભાને શોધીને અમે તેમને તાલિમ આપીએ છીએ.આવાં આત્મનિર્ભર, સેલ્ફ મોટીવેટેડ, નિપુણ શિક્ષકો જ એક સુદ્રઢ નવી પેઢીનું, સમાજનું સર્જન કરશે.શિક્ષકો તેમની કાર્યપદ્ધતિમાં સુધારો કરી શકે તેવાં ઉપકરણો તથા તાલિમી કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે.
સરકારી શાળાઓ સાથે અસાધારણ ટીમ વર્કબહુજનહિતાય.....બહુજનસુખાય.....
અમારા નિષ્ણાતો જીવન-પથદર્શક, માર્ગદર્શક અને ભણતરને સરળતાથી શીખવનાર ભૂમિકા ભજવે છે. તેઓ શિક્ષણ માટે આધુનિક સાધનો અને પદ્ધતિઓની પસંદગી તેમજ ઉપયોગ માટે શિક્ષકો સાથે નિકટતાથી કાર્ય કરે છે. આનાથી તેઓ વિદ્યાર્થીઓ માટે એક સક્રિય અને સહયોગી શિક્ષણ મેળવવા માટેનું માળખું તૈયાર કરી શકે છે.જેથી ઔપચારિક શિક્ષણ આપવા માટેના વાતાવરણને અસરકારક રીતે સંચાલિત કરી શકાય.
શિક્ષણમાં વાસ્તવિક પરિવર્તન માટે ટેક્નોલોજીનો ઉપયોગજેને હાઇપર-સ્કેલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને માપી શકાય છે
અમે SAAS સોફ્ટવેર પેકેજ S2T2 (સર્વિંગ સોસાયટી થ્રૂ ટેકનોલોજી)  ડિઝાઇન કર્યું છે.આ ટેકનોલોજી દર વર્ષે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના પરિણામો એકત્રિત અને સંગ્રહિત કરે છે. આ માહિતી દ્વારા અમે દરેક વિદ્યાર્થીની કામગિરીનું ચોક્કસપણે નિરીક્ષણ કરી શકીએ છીએ. પ્રોગ્રામ દ્વારા અમે વધુ સારી રીતે શિક્ષણ આપવાની પદ્ધતિઓ વિકસાવવામાં સફળ થયા છીએ.
તમામ હિતધારકોના સંપૂર્ણ યોગદાન સાથે ગ્રામીણ શિક્ષણમાં સુધાર કરવોજેથી એક એવું આત્મનિર્ભર શૈક્ષણિક માળખું બનાવી શકાય કે જે ખરેખર પરિવર્તન લાવવામાં સક્ષમ હોય
અમે ધીમે ધીમે દર વર્ષે મોટી સંખ્યામાં બાળકોનો વિકાસ કરવામાં સક્ષમ થયા છીએ. વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વાર્તાલાપ તથા તેમને શિક્ષણના મહત્વ વિશે જાગૃત કરીને તેમને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યાં છે. સાથે જ, સકારાત્મક વાતાવરણ બનાવવા અને અમે જે પરિવર્તન લાવવા માગીએ છીએ તે દિશામાં અમે યોગ્ય રીતે કામ કરી રહ્યા છીએ તે સુનિશ્ચિત કરવા માટે શાળાઓના આચાર્યો અને અન્ય શિક્ષકગણ સાથે મળીને કામ કરીએ છીએ. અમે ફક્ત અમારા ભાગીદાર સમુદાયો જ નહીં, પણ સરકાર અને અન્ય એનજીઓનો વિશ્વાસ પણ સંપાદિત કર્યો છે. અમે હંમેશા એવી નવી તકો શોધીએ છીએ જે બાળકોના ભવિષ્યને યોગ્ય આકાર આપે.