September 14, 2022

લાખો બાળકોની જિંદગી બદલવાનું ધ્યેય

લાખો બાળકોની જિંદગી બદલવાનું ધ્યેય

શિક્ષણક્ષેત્રે કરવામાં આવી રહેલી કામગારી અંગે પ્રતુલ શ્રોફે જણાવ્યું હતું કે, ડો. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનનો હેતુ ગામડામાં ભણતા બાળકોની કેળવણીનું સ્તર અને સંસ્કાર સિચન કરવાનો છે, જેને સતત વિસ્તારી રહ્યા છીએ. અમે સરકારી શાળાના શિક્ષકો-પ્રિન્સીપલ સાથે કામ કરીને શિક્ષકોની જરૂરીયાત હોય ત્યાં અમારા શિક્ષકો આપીએ છીએ અને તેમના માટે અમે પુરક ભૂમિકામાં હોઇએ છીએ. અમે 5 જિલ્લા 400 શાળાઓ અને 39000 વિદ્યાર્થીઓની કેળવણીનું સ્તર ઉંચુ લાવી સંસ્કાર સિંચન કર્યુ છે. ગામડામાં વધુને વધુ બાળકોને શિક્ષણ આપી તેનું શૈક્ષણિક સ્તર ઉંચુ લઇ જવાનો ધ્યેય ફાઉન્ડેશનનો છે. જેમ કંપનીનો ધ્યેય પ્રોફિટનો અને તેમનો સેલ્સનો હોય, તે જ રીતે  ડો. કે. આર.શ્રોફ ફાઉન્ડેશન એનજીઓનો હેતુ બાળકોની જિંદગી બદલાવો રહ્યો છે. સંસ્થાના અગ્રણી જણાવે છે કે, અમે બાળકના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્ન કરીએ છે. દરેક પાસાને મેઝર કરીએ. દરેક ટીચરના ગોલ તૈયાર કરાય છે. કેટલા બાળકોનું સ્તર ઊંચુ લાવી શકાશે તે તમામ બાબત નક્કી કરાય છે. સાથે સાથે પરફોર્મન્સ પર પણ ધ્યાન આપીએ છીએ, જેમાં રીઝલ્ટ પર ધ્યાન આપીને દરેક વસ્તુ મેઝરેબલ અને ટેન્જીબલ બનાવી અમે બાળકોની કેળવણીમાં ક્વોલિટીની દૃષ્ટિએ અલગ કામગીરી કરી રહ્યા છીએ.To read more Click here

Recent News