“શ્રીમંતો સમાજનાં ટ્રસ્ટીઓ છે.” મહાત્મા ગાંધી

મહાત્મા ગાંધીનું માનવું હતું કે ધનાઢ્ય લોકો તેમની સંપત્તિના ટ્રસ્ટી હોવા જોઈએ જેથી તે લોકો માટે સારા કાર્યો કરી શકે, જે હું પણ માનું છું. લાખો લોકોની જેમ સૌને એક સરસ, સરળ અને આત્મનિર્ભર જીવન જીવવાનો અધિકાર છે. ઉપરાંત, અગત્યનું એ છે કે એક વ્યક્તિ સંપૂર્ણ સામાજિક ઇકોસિસ્ટમ વિના અબજો રૂપિયા અથવા ડોલર બનાવી શકશે નહીં. તેથી, શ્રીમંત લોકોની તેમની સંપત્તિના કારભારી અથવા ટ્રસ્ટી તરીકે કામ કરવાની નૈતિક ફરજ છે અને તેઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તે સંપત્તિનો મોટાભાગનો હિસ્સો સમાજ-સુધારણાના કાર્યોમાં વપરાતો રહે.

હું નિશ્ચિતપણે માનું છું કે ગરીબી, પર્યાવરણીય અધોગતિ અને અસમાનતા જેવા વિશ્વના સૌથી મોટા પડકારોના સમાધાન માટે શિક્ષણ સૌથી અસરકારક સાધન છે. સાક્ષરતામાં પ્રજાનું ઉત્થાન કરવાની અને ગંભીર સમસ્યાઓને દૂર કરવાની શક્તિ છે. સાક્ષરતાને વધુ સક્ષમ બનાવીને આપણે બાળકોને વિશ્વમાં તેમનું એક સ્થાન બનાવવામાં તેમજ તેઓને માત્ર એક સુરક્ષિત ભવિષ્ય જ નહીં પણ એક પરિપૂર્ણ જીવન આપવામાં મદદ કરી શકીએ છીએ.

ઘણા વર્ષોથી, અમારા નેટવર્ક અને ભાગીદારોના મૂલ્યવાન યોગદાન સાથે, અમે અમારી પહોંચને વિસ્તૃત કરવા અને અમારા કાર્યના વિસ્તાર માટે એક મજબૂત વ્યૂહરચના વિકસાવી છે.  અમારો સદંતર પ્રયાસ છે કે અમારી અમલમાં મુકવામાં આવેલી પેહલોને શિક્ષણ ક્ષેત્રમાં સર્વસ્વ રૂપે સ્વીકારવામાં આવે, જેનાથી વિદ્યાર્થીઓને ઉચ્છા કોટીનું શિક્ષણ શાળા-સ્તર થીજ મળી રહે જેનાથી તેઓને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય. ઉદાહરણ તરીકે, અમે અમારા દરેક કાર્યક્રમમાં ‘ each one teach one ‘ ગુરુ મંત્રને યથાર્થ બનાવ્યો છે જ્યાં અમે સમુદાયના પોતાના જ શિક્ષકો લઈએ છીએ, તેમને તાલીમ આપીએ છીએ અને પછી અન્ય બાળકોને વધુ સારી રીતે શીખવનાર બનાવવા માટે તેમને પ્રોત્સાહિત કરીએ છીએ.

છેવટે એટલું જ કહીશ કે, હું ફક્ત અમારા બધા પરિવર્તનના પથદર્શકો અને અમારા હેતુ માટે ફાળો આપનારા લોકોનો આભાર માનું છું. મને વિશ્વાસ છે કે અમારા મિશનને ચાલુ રાખીને, અમે સુનિશ્ચિત કરીશું કે બધા બાળકો ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કરીને આત્મનિર્ભર બને તથા તેમના પરિવાર, સમુદાય અને વિશ્વમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે.