અમે ધીમે ધીમે દર વર્ષે મોટી સંખ્યામાં બાળકોનો વિકાસ કરવામાં સક્ષમ થયા છીએ. વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વાર્તાલાપ તથા તેમને શિક્ષણના મહત્વ વિશે જાગૃત કરીને તેમને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યાં છે. સાથે જ, સકારાત્મક વાતાવરણ બનાવવા અને અમે જે પરિવર્તન લાવવા માગીએ છીએ તે દિશામાં અમે યોગ્ય રીતે કામ કરી રહ્યા છીએ તે સુનિશ્ચિત કરવા માટે શાળાઓના આચાર્યો અને અન્ય શિક્ષકગણ સાથે મળીને કામ કરીએ છીએ. અમે ફક્ત અમારા ભાગીદાર સમુદાયો જ નહીં, પણ સરકાર અને અન્ય એનજીઓનો વિશ્વાસ પણ સંપાદિત કર્યો છે. અમે હંમેશા એવી નવી તકો શોધીએ છીએ જે બાળકોના ભવિષ્યને યોગ્ય આકાર આપે.